વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને એક રન બનાવતાની સાથે જ રેકોર્ડ બનાવ્યો છે. વિલિયમ્સન વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. તેણે શ્રીલંકાના મહેલા જયવર્ધનેનો 12 વર્ષ જૂનો રેકોર્ડ (548 રન) તોડ્યો છે. વિલિયમ્સને 2019ના વર્લ્ડ કપમાં 578 રન બનાવ્યા છે.