Home » photogallery » રમતો » વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

NZ VS SL: શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં કેન વિલિયમસને અગાઉ સદી ફટકારી હતી. તેણે છેલ્લી ઇનિંગ્સમાં અણનમ 121 રન બનાવ્યા હતા.

विज्ञापन

  • 16

    વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

    કેન વિલિયમસને રમાઈ રહેલી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે  શાનદાર સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. કિવી ટીમ વેલિંગ્ટન ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં મોટી ઇનિંગ તરફ આગળ વધી રહી છે. વિલિયમસને 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 28મી સદી છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની ટેસ્ટ ક્રિકેટમાં  આ સતત ત્રીજી સદી છે. (AFP)

    MORE
    GALLERIES

  • 26

    વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

    ક્રિકેટની દુનિયાના ફેબ 4 ગણાતા ખેલાડીઓમાં સૌથી ઝડપી 28 ટેસ્ટ સદી ફટકારનાર બીજો બેટ્સમેન કેન વિલિયમસન બન્યો છે. આ દરમિયાન, તેણે ભારતના રાઇટ હેન્ડેડ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, જેણે 28 ટેસ્ટ સદી ફટકારવા માટે 183 ઇનિંગ્સ લીધી હતી. વિલિયમ્સે 164મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે બંને સદીના મામલે એકસરખા આંકડે પહોંચી ગયા છે. (AFP)

    MORE
    GALLERIES

  • 36

    વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

    ટેસ્ટ ક્રિકેટમાં એકથી વધુ વખત સતત ત્રણ સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન કેન વિલિયમસન બની ગયો છે. જો કે ક્રિકેટ જગતના ફેબ 4માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથના નામે છે. સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીની 28મી સદી 153 ઇનિંગ્સમાં પૂરી કરી હતી.

    MORE
    GALLERIES

  • 46

    વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

    શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં કેન વિલિયમસને અગાઉ સદી ફટકારી હતી. તેણે છેલ્લી ઇનિંગ્સમાં અણનમ 121 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ સિરીઝ  અગાઉ વિલિયમસને ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ઈનિંગમાં 131 રન બનાવ્યા હતા. અને આ સાથે જ તેણે સદીઓની હેટ્રિક પૂરી કરી છે. આ સાથે જ તેણે 6 વખત 200 રન કરવના સચિનના રેકોર્ડની બરોબરી કરી છે. (AP)

    MORE
    GALLERIES

  • 56

    વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

    એટલું જ નહીં ક્રિકેટર કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં એકંદરે 10મી વખત 150નો આંકડો પાર કર્યો છે. આ કારનામું કરનાર તે ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 150 કે તેથી વધુ રનની ઇનિંગ રમવાનો રેકોર્ડ ક્રિકેટના ભગવાન માનવમાં આવતા ક્રિકેટર સચિન તેંડુલકરના નામે છે. સચિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 20 વખત આ સિદ્ધિ મેળવી છે. (AP)

    MORE
    GALLERIES

  • 66

    વિલિયમસન કરતાં આ મામલે તો વિરાટ પણ ઘણો પાછળ, સચિનના રેકોર્ડની પણ બરોબરો કરી

    ન્યૂઝીલેન્ડને ટેસ્ટ ચેમ્પિયનશીપ અપાવનાર ખેલાડી અને કેપ્ટન કેન વિલિયમસને આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 8000 રન પણ પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ કિવી બેટર છે. આ પહેલા કિવી ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોસ ટેલરના નામે હતો જેણે 7683 રન બનાવ્યા હતા. (AP)

    MORE
    GALLERIES