વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ અને હૉલિવૂડનો સ્ટાર જ્હોન સીના (WWE Superstar John Cena) મહેન્દ્રસિંઘ ધોનીનો ચાહક બની ગયો છે. (MS Dhoni) જ્હોન સીનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ધોનીની તસવીર શેર કરી છે. ધોનીની આ તસવીર જ્હોન સીનાએ મૂકતા ચાહકો ઝૂમી ઉઠ્યા છે. ક્રિકેટ નથી રમાતું એવા અમેરિકાના એક રેસલિંગ સુપરસ્ટારે ધોનીની તસવીર મૂકતા કોયડો ગૂંચવાયો છે.