લોર્ડ્સમાં ટીમ ઇન્ડિયા સામે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડના જો રુટે શાનદાર સદી ફટકારી હતી. જો રુટે 116 બોલમાં અણનમ 113 રનની ઇનિંગ્સ રમી હતી. જેમાં તેણે 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
2/ 5
રુટની આ 12મી વન-ડે સદી છે અને આ સાથે જ તેણે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
3/ 5
ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે વન-ડે સદી માર્કસ ટ્રેસ્કોથિકે લગાવી હતી. હવે રુટે તેની બરોબરી કરી લીધી છે. જલ્દી તે તેને પાછળ રાખી દેશે.
4/ 5
જો રુટે 7 વન-ડે સદી વિદેશી ધરતી પર ફટકારી છે. જ્યારે ઘરેલું સ્ટેડિયમમાં આ તેની 5મી સદી છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રુટે પ્રથમ વખત સદી ફટકારી છે. જ્યારે ભારત સામે તેણે બીજી સદી ફટકારી છે.
5/ 5
રુટે આજે ભલે ઇંગ્લેન્ડનો સૌથી બેસ્ટ બેટ્સમેન હોય પણ સ્કૂલના દિવસોમાં તે ભણવામાં ઘણો નબળો હતો. જો રુટને પોતાના જીવનમાં ખરાબ માર્ક્સ લાવાનો સૌથી વધારે અફસોસ છે.