મુંબઈ : ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આજે ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશન (Sanjana Ganeshan) સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. બંનેના અનંત કારજની વિધિ ગોવાના એક ગુરુદ્વારામાં થઈ હતી. બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં પોતાના સંબંધીઓ અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. (તસવીર - મુંબઈ ઇન્ડિયન્સ ટ્વિટર)