

15 માર્ચે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટસ પ્રેઝન્ટર સંજના ગણેશન ગોવામાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા છે. તેમની મહેંદીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેનું વર્લ્ડ કપ 2019 સાથે કનેક્શન છે.


આ કપલના લગ્નના ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર સ્ટાર જસપ્રીત બુમરાહની મહેંદી સેરેમનીના ફોટોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. હલ્દી સેરેમનીમાં બુમરાહ કુર્તામાં અને સંજના સાડીમાં ખૂબ જ સુંદર અંદાજમાં દેખાયા. ફોટોમાં આ કપલ ખૂબ જ સુંદર અને ખુશ લાગી રહ્યું છે. મહત્વની વાત છે કે સંજનાના હાથની મહેંદીમાં વર્લ્ડ કપ 2019ની ટ્રોફીની ડિઝાઈન બનાવવામાં આવી છે.


બુમરાહ અને સંજનાએ લગ્નની જાણકારી આપતા લખ્યું હતું કે પ્રેમથી પ્રેરાઈને અમે એક સાથે એક નવી યાત્રા શરૂ કરી છે. આ અમારા જીવનનો મહત્વનો દિવસ છે અને તેમના નવા જીવનની એક નવી યાત્રા શરૂ થઈ છે. સંજના ગણેશન અને જસપ્રીત બુમરાહની હલ્દી સેરેમનીના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેમણે તેમના લગ્નના ફોટો ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યા છે.


સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલિટ્સ વિલાથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. તેમજ વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસ પણ જીતી હતી. સંજના ગણેશન એન્જિયરીંગ કરી ચૂકી છે અને ICC વર્લ્ડ કપ પણ કવર કરી ચૂકી છે.