વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ બીજી ટેસ્ટના બીજા દિવસે પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા 416 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ જસપ્રીત બુમરાહે ધારદાર બોલિંગ કરતાં વિન્ડીઝના 5 બેટ્સમેનોને પોતાની છઠ્ઠી ઓવરમાં જ પેવેલિયન મોકલી દીધા. તેણે ચોથી ઓવરમાં હેટ્રિક લેતાં ડેરેન બ્રાવો, શમારા બ્રૂક્સ અને રોસ્ટર ચેઝને આઉટ કર્યા.
બુમરાહે ચોથી ઓવરમાં ડેરેન બ્રાવોને 4 રને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવી દીધો. ત્યારબાદ બ્રુક્સને શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ કર્યો. જોકે બ્રુક્સે રિવ્યૂ પણ લીધો, પરંતુ તે સફળ ન રહ્યો અને તેને આઉટ જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદના બોલમાં બુમરાહે રોસ્ટન ચેઝને પણ શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ કરી પેવેલિયન મોકલી દીધો.