ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની ફ્રેન્ચાઇઝીઓએ મંગળવારે જાળવી રાખેલા ખેલાડીઓની યાદી (Retained players list) જાહેર કરી દીધી છે. આઇપીએલ 2022ની મેગા હરાજી (mega IPL 2022 auction) પહેલા ફ્રેન્ચાઇઝીઓએ કયા ખેલાડીઓ જાળવી રાખવા અને કોને રિલીઝ કરવા જેવા મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા છે. રિટેન્શન પોલિસી (retention policies) ના કારણે તમામ ટીમો સામે પોતાના કેટલાક મુખ્ય ખેલાડીઓને છોડી દેવાની મજબૂરી ઉભી થઇ હતી. અહીંયા મેગા ઓક્શનમાં જનારા તમામ ટીમના તમામ ખેલાડીઓમનું લીસ્ટ આપવામા આવ્યું છે.
ચેન્નઈ સુપરકિંગ્સ CSK : એ ફ્રેન્ચાઇઝીના ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસ, ડ્વેન બ્રાવો અને સુરેશ રૈનાને ટીમમાંથી રિલીઝ કરવા પડ્યા છે. રિટેન્શન પોલિસીને કારણે તેમને રિટેન્શન લિસ્ટમાં કોઈ પેસરનો સમાવેશ ન કરવાની ફરજ પડી છે. ત્યારે CSK આઇપીએલ 2022ની હરાજીમાં ડુ પ્લેસિસ, શાર્દુલ ઠાકુર અને દીપક ચહરને મેળવવા પ્રયાસ કરી શકે છે. આ ખેલાડી રિલીઝ કરાયા: ફાફ ડુ પ્લેસિસ, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને સેમ કર્ર્ન
<br />રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB : બેંગ્લોરે માત્ર ત્રણ ખેલાડીઓને જ જાળવી રાખ્યા છે અને તેના ત્રણ સ્ટાર ખેલાડી હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને દેવદત્ત પડિક્કલને રિલીઝ કર્યા છે. ચહલ છેલ્લા ઘણા વર્ષોથી RCBનો મુખ્ય બોલર રહ્યો છે, જ્યારે હર્ષલ પટેલે ગત સિઝનમાં પર્પલ કેપ મેળવી હતી. આવી સ્થિતિમાં RCB તેને હરાજીમાં પાછા મેળવવાનો પ્રયાસ કરી શકે છે. આ ખેલાડીઓ રિલીઝ કરાયા: હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને દેવદત્ત પડિક્કલ તસવીર - બીસીસીઆઈ
મુંબઇ ઈન્ડિયન્સ MI : રિટેન્શન પોલિસીને કારણે મુંબઇ ઈન્ડિયન્સને હાર્દિક પંડયા, ઈશાન કિશન અને ટ્રેન્ટ બોલ્ટ જેવા સ્ટાર ખેલાડીઓને મુક્ત કરવાની ફરજ પડી છે. જોકે, ટીમના માલિક આકાશ અંબાણીએ રિલીઝ થયેલા ખેલાડીઓને હરાજીમાં રી-ગ્રુપ કરવાના પ્રયાસની ખાતરી આપી છે. આ ખેલાડી રિલીઝ કરાયા: હાર્દિક પંડયા, ઇશાન કિશન અને ટ્રેન્ટ બોલ્ટ
કોલકાતા નાઈટ રાઈડર્સ KKR : કોલકાતા નાઈટ રાઈડર્સે ગત સિઝનમાં કેપ્ટન રહેલા ઓઈન મોર્ગનને બહાર કાઢ્યો છે. મોર્ગન બીટિંગમાં નિષ્ફળ રહ્યો હતો. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સે ગત સિઝન પેટ કમિન્સ અને પોતાના સૌથી મોંઘા ખેલાડી શુભમન ગિલને પણ રિટેન ખેલાડીઓની યાદીમાં સ્થાન આપ્યું નથી. આ ખેલાડી રિલીઝ કરાયા: ઈયોન મોર્ગન, પેટ કમિન્સ, શુભમન ગિલ અને દિનેશ કાર્તિક
સનરાઈઝ હૈદરાબાદ SRH : સનરાઈઝ હૈદરાબાદે આગામી સિઝન માટે માત્ર એક સિનિયર ખેલાડી કેન વિલિયમસને જ જાળવી રાખ્યો છે. બીજી તરફ ફ્રેન્ચાઇઝીએ જોની બેયરસ્ટો, રાશિદ ખાન, ડેવિડ વોર્નર અને મોહમ્મદ નબીને રિલીઝ કરી ટીમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. વિલિયમસન ઉપરાંત બે અનકેપ્ડ ખેલાડીઓ ઉમરન મલિક અને અબ્દુલ સમદને જાળવી રાખવામાં આવ્યા છે. સનરાઈઝ હૈદરાબાદે અનુભવી ભારતીય બોલર ભુવનેશ્વર કુમારને પણ મુક્ત કર્યો છે. આ ખેલાડી રિલીઝ કરાયા: જોની બેરસ્ટો, રાશિદ ખાન, ડેવિડ વોર્નર અને ભુવનેશ્વર કુમાર
દિલ્હી કેપિટલ્સ DC : દિલ્હી કેપિટલ્સને પણ શ્રેયસ અય્યર, શિખર ધવન, કગિસો રબાડા અને રવિચંદ્રન અશ્વિન સહિતના ઘણા મુખ્ય ખેલાડીઓને રિલીઝ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સના સહમાલિકોએ રિટેન્શન પોલિસી પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું છે કે તેઓ હરાજી દ્વારા ખેલાડીઓને ફરીથી રી-ગ્રુપ કરવાનો પ્રયાસ કરશે. આ ખેલાડી રિલીઝ કરાયા: શ્રેયસ અય્યર, શિખર ધવન, કાગિસો રબાડા અને રવિચંદ્રન અશ્વિન
રાજસ્થાન રોયલ RR :<br />પાછલી કેટલીક સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, ક્રિસ મોરિસ અને મુસ્તફિઝુર રહેમાન સહિતના કેટલાક મુખ્ય વિદેશી ખેલાડીઓને મુક્ત કરી ટીમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આગામી સિઝનમાં બે નવી ટીમો પણ ભાગ લેવાની હોવાથી આઇપીએલની હરાજીમાં ટીમ બનાવવા તેમની સામે પડકાર રહેશે. આ ખેલાડી રિલીઝ કરાયા: બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને મુસ્તફિઝુર રહેમાન
પંજાબ કિંગ્સ KIngs XI Punjab : આઇપીએલ રિટેન્શનમાં સૌથી મોટી વાત કે.એલ. રાહુલ અને પંજાબ કિંગ્સ છૂટા પડી ગયા હોવાની છે. આ બાબતે મુખ્ય કોચ અનિલ કુંબલેએ ખુલાસો કર્યો હતો કે, ટીમે કેએલ રાહુલને પંજાબ કિંગ્સમાં રહેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માન્યો નહીં. રાહુલ ઉપરાંત પંજાબે નિકોલસ પૂરન અને મોહમ્મદ શમી સાથે પણ છેડો ફાડી દીધો છે. માત્ર બે ખેલાડીઓને જાળવી રાખ્યા હોય તેવી એકમાત્ર ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ છે. આ ખેલાડી રિલીઝ કરાયા: કેએલ રાહુલ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ અને શાહરુખ ખાન