IPL 2023નો બીજી ક્વોલિફાયર મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે રમાશે. ગુજરાત તેની છેલ્લી મેચ હાર્યા બાદ ટીમને ફાઈનલમાં પહોંચવાની વધુ એક તક મળી રહી છે, જ્યારે મુંબઈએ અગાઉની મેચ જીતી છે. આજની મેચમાં બંને ટીમો પોતપોતાની પૂરી તાકાત લગાવશે. આજની મેચ બન્ને ચેમ્પિયન ટીમો વચ્ચે થઈ રહી છે. જેમાં ગુજરાત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને મુંબઈ 5 વખત ચેમ્પિયન રહી ચુક્યું છે. આવો જાણીએ મેચ પહેલા સંભવિત પ્લેઇંગ ઇલેવન અને બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ. આજની મેટ એટલા માટે પણ મહત્વની છે કે ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. (Gujarat Titans Instagram)