BCCIના હાલના આયોજન મુજબ IPL 2022નું મેગા ઓક્શન (IPL Mega Auction 2022) આવતા મહિને 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુ (Bengaluru) ખાતે થવાનું છે. IPL 2022ની હરાજી (IPL Mega Auction)માં કુલ 10 ટીમો ભાગ લેશે. કારણ કે 2022ના આઇપીએલ માટે ટુર્નામેન્ટમાં બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ (Lucknow and Ahmedabad) ઉમેરવામાં આવી છે. જૂની 8 ટીમોએ આગામી સિઝન માટે કુલ 27 ખેલાડીઓને રીટેન કર્યા છે. આમાંથી 19 સ્થાનિક અને 8 વિદેશી ખેલાડીઓ છે. ત્યારે મેગા ઈવેન્ટ પહેલા, અમે તમને એવા 5 મોસ્ટ ઓવરરેટેડ ખેલાડીઓ (5 Most Overrated Players) વિશે જણાવશું જે IPL 2022ની હરાજીમાં ભાગ લેશે.
ક્રિસ ગેલ chris gayle : આ લીસ્ટમાં પ્રથમ ક્રમે 42 વર્ષના ખેલાડી ક્રિસ ગેલનો સમાવેશ થાય છે. IPLમાં તેના નામે બેટિંગના ઘણા રેકોર્ડ છે. તે પંજાબ કિંગ્સ માટે IPL 2020માં માત્ર 7 મેચ રમી શક્યો હતો. જેમાં તેણે 288 રન બનાવ્યા હતા. IPL 2021માં તે 10 ઇનિંગ્સમાં માત્ર 193 રન જ બનાવી શક્યો હતો. છેલ્લી 30 IPL મેચમાં તેણે માત્ર 7 અડધી સદી ફટકારી છે.
ઇયોન મોર્ગન Eoin Morgan : આ લીસ્ટમાં ઇયોન મોર્ગનનો પણ શામેલ છે. ઇયોન મોર્ગન પાછલી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કિપર હતો. પરંતુ ટીમે તેને આઈપીએલ 2022 પહેલા રીલીઝ કરી દીધો હતો. જો કે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2021માં શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ઈયોન મોર્ગનનું બેટિંગમાં બહુ ઓછું યોગદાન હતું. IPL 2021માં લેફ્ટ હેન્ડ બેટ્સમેને 16 ઇનિંગ્સમાં 11.08ની સરેરાશથી માત્ર 133 રન બનાવ્યા હતા. જો કે, ઇંગ્લેન્ડના ODI અને T20I સ્કિપર હોવાના કારણે ઇઓન મોર્ગન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટું નામ છે અને IPL 2022ની હરાજી દરમિયાન ધ્યાન ખેંચી શકે છે.
દિનેશ કાર્તિક Dinesh Kartik દિનેશ કાર્તિક ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. જોકે, ટીમે તેને આગામી સિઝન પહેલા ટીમમાંથી બહાર કરી દીધો હતો. તેણે IPL 2021માં 17 મેચ રમી હતી. 15 ઇનિંગ્સમાં 22.30ની એવરેજથી 223 રન બનાવ્યા હતા. ભૂતકાળમાં રાષ્ટ્રીય ખેલાડી હોવાના કારણે કાર્તિક ભારતીય ક્રિકેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે અને IPL 2022ની હરાજીમાં સારી રકમ મેળવી શકે છે.
<br />કૃણાલ પંડ્યા Krunal Pandya કૃણાલ પંડ્યા વધુએ એક ઓવરરેટેડ ખેલાડી છે જે IPL 2022ની હરાજીમાં ભાગ લેશે. મોટા ભાગે સિલેક્ટર્સ દ્વારા કૃણાલ પંડ્યાને અવગણવામાં આવે છે. જો કે, સૌથી સફળ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયેલ હોવાના કારણે તે હજુ પણ IPLમાં એક મોટું નામ છે. લેફ્ટ હેન્ડ સ્પિનરને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રીલીઝ કરવામાં આવ્યો છે અને તે આઈપીએલ 2022ની હરાજી દરમિયાન સ્પોટલાઈટમાં રહેશે.
ડેવિડ માલન Dawid Malan :ડેવિડ મલાન પણ ઓવરરેટેડ ખેલાડી હશે જે IPL 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે. તે હાલમાં ICC નો નંબર 1 T20I બેટ્સમેન છે. ગયા વર્ષે તેની ડેબ્યુ એડિશનમાં તેને પંજાબ કિંગ્સે રૂ.1.5 કરોડની બેઝ પ્રાઈઝમાં પસંદ કર્યો હતો. જોકે તેના પ્રદર્શન વિશે કંઈ કહી શકાય નહીં. કારણ કે તેણે માત્ર 1 મેચ રમી અને 26 રન બનાવ્યા હતા. જોકે, મેગા હરાજીમાં તે ઘણા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.