IPL Final 2022: IPL 2022ની ફાઇનલમાં ફરી એકવાર બેટ્સમેન રનનો વરસાદ કરી શકે છે. T20 લીગની 15મી સિઝનની ફાઇનલ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ (rajasthan royals gujarat titans) વચ્ચે રમાવાની છે. આ મેચ અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (narendra modi stadium) માં રમાવાની છે. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલરે અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે. (GT Instagram)
ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ 4 અડધી સદીની મદદથી 453 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 133 છે. તો, ટીમના અન્ય બેટ્સમેન ડેવિડ મિલરે (david miller) 64ની એવરેજથી 449 રન બનાવ્યા હતા. સ્ટ્રાઈક રેટ 141 છે. પંડ્યા અને મિલર બંને અત્યાર સુધી રાજસ્થાન સામેની 2 મેચમાં આઉટ થયા નથી. (GT Instagram)