નાથૂ સિંહનું આખુ નામ નાથૂ ભરત સિંહ છે. 8 સપ્ટેમ્બર 1995નાં જન્મેલા નાથૂ ગુજરાત લાયન્સ તરફથી રમે છે અને ફાસ્ટ બોલર છે. તેમના પિતા ભરત સિંહ વાયર ફેક્ટરીમાં મજૂરી કરતા હતા. તે પહેલા તેમના પિતા ખેતી કરતા હતા. નાથૂ જ્યારે તે ઘરની આસપાસ ક્રિકેટ રમતો ત્યારે કોઇએ તેના પિતાને કહ્યું હતું કે તે ઘણો જ ફાસ્ટ બોલ નાંખે છે. તેને ક્રિકેટ રમવું જોઇએ.
ફાસ્ટ બોલર થંગરાસુ નટરાજન કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી પહેલી વખત આઈપીએલમાં રમ્યાં હતાં. ત્યારે તેમની બોલી 3 કરોડમાં લાગી હતી. નટરાજનનાં પિતા સાડીની ફેક્ટરીમાં કામ કરતા એક નાના કર્મચારી છે. તેમની માતા એક નાની દુકાન ચલાવે છે. 2010-11માં નટરાજને પહેલી વાર ટીએનસીએ લીગ માટે રમ્યાં હતાં. તે પછી લોકપ્રિય ક્લબ જોલી રોવર્સ માટે રમ્યો. તેમના માટે સૌથી મોટો બદલાવ ગયા વર્ષે જ આવ્યો જ્યારે તેમણે તમિલનાડુ પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું. જેનાથી આઈપીએલ અધિકારીઓની નજર તેમની પર પડી.