IPL Auction Gujarat Titans Players List: આઈપીએલ મેગા ઓક્શનમાં આજે પ્રથમ દિવસે રોમાંચક ખરીદીઓ થઈ રહી છે. દરેક ટીમ પોતાના બજેટ અને લીસ્ટ પ્રમાણે નવા ખેલાડી ખરીદી રહી છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પહેલીવાર આઈપીએલમાં રમી રહી છે અને તેના સોદા (Gujarat Titans) પાડી રહી છે. ગુજરાતની ટીમે આજે અત્યારસુધીમાં લોકી ફર્ગ્યૂસન (Lockie FERGUSON)નો સૌથી મોંઘો સોદો પાડ્યો છે. ફર્ગ્યૂસનને ગુજરાતે 10 કરોડમાં ખરીદ્યો છે.