ભારતીય ક્રિકેટ ટીમનો શાનદાર સ્વિંગ કિંગ અનેઅનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર IPL ઈતિહાસનો સૌથી કંજૂસ એટ્લે કે ઈકોનોમી બોલર રહ્યો છે. ભુવી આ T20 લીગમાં અત્યાર સુધી 3 ટીમો તરફથી રમી ચૂક્યો છે. તે IPL 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતો દેખાશે. ભૂવિએ અત્યાર સુધી 146 IPL મેચોમાં 542 ઓવર ફેંકી છે. (AFP)
36 વર્ષીય અશ્વિને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે બોલિંગ કરી છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી ઓફ સ્પિનર આર અશ્વિન આ યાદીમાં ત્રીજા નંબરે છે. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઈપીએલમાં 6 ટીમો તરફથી રમ્યો છે. તેણે અત્યાર સુધી 184 IPL મેચોમાં 1387 ડોટ બોલ અને કુલ 649 ઓવર નાંખી છે. (ઇન્સ્ટાગ્રામ)