Home » photogallery » રમતો » IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

MS Dhoni In IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સના અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી સિઝન માનવામાં આવે છે. આ વખતે તેનો પગાર ઘટી ગયો છે.

  • 17

    IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

    IPL 2023 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL ની નવી સિઝન ઘણી રીતે રસપ્રદ રહેશે. ટી20 લીગની 16મી સિઝન પહેલા જ હરાજી થઈ હતી. જેમાં ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લાગી હતી અને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. ઘણા યુવા વિદેશી ખેલાડીઓને રેકોર્ડ બ્રેકિંગ બિડ મળી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે 10 ટીમોની આ ટુર્નામેન્ટ 28 મે સુધી ચાલશે. ગયા વર્ષે જ નવી આવેલી ટીમ ગુજરાત ટાઇટન્સ લીગની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.

    MORE
    GALLERIES

  • 27

    IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

    ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કેરેનને હરાજીમાં સૌથી વધુ રૂ. 18.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આટલી મોટી રકમ આપીને તેને પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. તે અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સનો ખેલાડી હતો. તે ટી20 લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. T20 લીગની વર્તમાન સિઝનની વાત કરીએ તો CSKનો કેપ્ટન એમએસ ધોની પગારના મામલે ટોપ-10માંથી બહાર થઈ ગયો છે. (AP)

    MORE
    GALLERIES

  • 37

    IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

    મુંબઈ ઈન્ડિયન્સે  ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને 17.5 કરોડ જેવી મોટી રકમમાં ખરીદ્યો હતો. મુંબઈએ સૌથી વધુ વખત T20 લીગનો ખિતાબ જીત્યો છે, પરંતુ IPL 2022માં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે ટેબલમાં સૌથી નીચેના એટ્લે કે 10મા સ્થાને હતી. તો બીજી તરફ ટાઈટલ્સ જીતવામાં બીજા ક્રમની ટીમ ચેન્નઈ પણ તળિયે જ રહી હતી. (એપી)

    MORE
    GALLERIES

  • 47

    IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

    આ વિદેશી ખેલાડીઓ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને 17 કરોડ રૂપિયા, ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયા જ્યારે લખનૌના વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરનને IPL 2023માં 16 કરોડ રૂપિયા જેટલી રકમ મળશે. (Twitter/LSG)

    MORE
    GALLERIES

  • 57

    IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

    આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને 16 કરોડ, CSKના રવિન્દ્ર જાડેજાને 16 કરોડ, વિરાટ કોહલીને 15 કરોડ, ગુજરાત  ટાઈટન્સ તરફથી અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાનને 15 કરોડ જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ 15 કરોડ રૂપિયા જેટલો પગાર મળશે. (Twitter/IPL)

    MORE
    GALLERIES

  • 67

    IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

    MS ધોની કે જેની કેપ્ટન્સીમાં CSKએ 4 વખત IPLનો ખિતાબ જીત્યો હતો, તે 2023 માં એવરેજ સેલરીની દ્રષ્ટિએ જોઈએ તો સંયુક્ત રીતે 17માં નંબરે છે. ધોનીને ટીમ તરફથી 12 કરોડ રૂપિયા મળશે. તો 41 વર્ષના ધોનીની આ છેલ્લી આઈપીએલ  હોય એવું પણ માનવામાં આવે છે. (AFP)

    MORE
    GALLERIES

  • 77

    IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

    જો આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની આમાં એકંદરે બીજા ક્રમે છે. માહીને અત્યાર સુધીમાં લગભગ 177 કરોડ રૂપિયા પગાર તરીકે મળ્યા છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા લગભગ 179 કરોડ રૂપિયા સાથે ટોપ પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 173 કરોડ સાથે ત્રીજા સ્થાને છે. (BCCI/IPL)

    MORE
    GALLERIES