Home » photogallery » રમતો » GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

IPL 2023 માં CSK VS GT ની મેચમાં અમદાવાદના મોટેરામાં 1.15 લાખ પ્રેક્ષકની ક્ષમતા ધરાવતું  નરેંદ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળશે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 17

    GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

    અમદાવાદમાં આજે IPL 2023 (Indian Premier League) નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઓપનિંગ સેરેમની માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ભવ્ય તૈયારીઓ થઈ હતી. અમદાવાદમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડની હસ્તીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવનાર છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans - GT)ની ટક્કર એમએસ ધોની (MS Dhoni) ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે થવાની છે.

    MORE
    GALLERIES

  • 27

    GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

    સૌથી પહેલા હવામાન પર નજર કરીએ તો રાજ્યમાં પાછલા લાંબા સમયથી પશ્ચિમી વિક્ષોભના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે પણ અમદાવાદમાં વરસાદ નોંધાયો હતો, જોકે, આજે તથા આગામી દિવસોમાં વરસાદની સંભાવના અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી. શહેર સહિત રાજ્યનું હવામાન આજે સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 37

    GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

    મેચને લઈને મોટી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડ પર હાજર થઈ ગયા છે. ક્રિકેટ પ્રેમીઓના બે ફેવરિટ ખેલાડીઑ વચ્ચે આજે ટક્કર જોવા માટે ફેન્સ ઉતાવળા થઈ રહ્યા છે. મેચના ત્રણ કલાક અગાઉથી જ સેંકડો લોકોએ સ્ટેડિયમમાં એન્ટ્રી લઈ લીધી હતી. અને તેઓનો ઉત્સાહ કૈંક અલગ જ લેવલે દેખાઈ રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

    અમદાવાદના મોટેરામાં 1.15 લાખ પ્રેક્ષકની ક્ષમતા ધરાવતું  નરેંદ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળશે. બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ થઈ ગયું છે. એન્ટ્રી શરૂ થતાં જ મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર ટ્રાફિક અને સાથે મેટ્રોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.આવેલા દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોના પક્ષમાં રહેશે. મેચની શરુઆતમાં પીચ સપાટ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, જેમ-જેમ મેચ આગળ વધશે તેમ-તેમ પીચમાં ફેરફાર થતા જશે અને તેનાથી સ્પિનર્સને મદદ મળી શકે છે. 

    MORE
    GALLERIES

  • 57

    GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

    અગાઉ આજે ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદ વન મોલમાં દેખાઈ હતી અને ત્યાં પણ ગુજરાતનાં ક્રિકેટ ફેન્સ પોતાના ફેવરિટ ખેલાડીઓને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજની મેચમાં ગુજરાતની ટીમનું પલડું ભારે હોય એવું દેખાઈ આવે છે.

    MORE
    GALLERIES

  • 67

    GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

    ડિફેન્ડિંગ ચેમ્પિન (GT) અને 4 વખત ચેમ્પિયન (CSK) બનેલી ટીમો વચ્ચે આ સિઝનની પહેલી ટક્કર થવાની છે. ખાસ બાબત આજની મેચમાં એ રહેશે કે હાર્દિક પંડ્યાની ટીમ પાછલી સિઝનમાં ચેમ્પિયન રહી છે અને પહેલી મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાવાની છે. CSK ટીમ આ વખતે કંઈક મોટી કરીને ધોનીને મોટી ભેટ આપવા ઈચ્છશે કારણ કે આ તેની છેલ્લી આઈપીએલ હોય શકે છે. જ્યારે ગુજરાત ટાઈટન્સની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી ટીમ ચોક્કસ CSK પર હાવી રહેશે.

    MORE
    GALLERIES

  • 77

    GT VS CSK: અમદાવાદમાં IPL ઉત્સવ! ગુજરાત ટાઈટન્સની પહેલી મેચમાં ઉમટી ચાહકોની ભીડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હકડેઠઠ

    IPL 2023 ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા તમન્ના ભાટિયા, સિંગર અરિજિતસિંહ પણ પર્ફોર્મ કરશે. આજે ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફત આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવવામાં આવશે. આ મેચમાં લાખો લોકો મેચનો આનંદ માણશે. અને જોવાનું રહેશે કે બે ધુરંધરો વચ્ચેની ટક્કરમાં કોણ વિજયી બને છે.

    MORE
    GALLERIES