Home » photogallery » રમતો » CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

Hardik Pandya vs MS Dhoni: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થશે. અત્યાર સુધી ગુજરાત ક્યારેય ચેન્નઈ સામે હાર્યું નથી.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 16

    CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

    ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે બીજી IPL રમવા માટે તૈયાર છે. તેની કેપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં જ  ટ્રોફી મેળવી લીધી હતી. IPL 2022માં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ કબજે કર્યો હતો. આ સિઝનમાં પણ ટીમ  શાનદાર પ્રદર્શન જાળવી રાખવા માંગશે.

    MORE
    GALLERIES

  • 26

    CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

    અમદાવાદમાં નરેન્દ્ર  મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2023 ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. CSKએ રેકોર્ડ 4 વખત ખિતાબ જીત્યો છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે આ ટીમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ 9મા નંબરે રહી હતી. (IPL ટ્વિટર)

    MORE
    GALLERIES

  • 36

    CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

    અત્યાર સુધી IPLમાં ગુજરાત અને CSK વચ્ચે 2 મેચ રમાઈ શકી છે અને હાર્દિક પંડ્યાની ટીમ બંનેમાં જીત મેળવવામાં સફળ રહી છે. બંને વચ્ચેની પ્રથમ મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 169 રન બનાવ્યા હતા.આ મેચમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પણ તેમ છતાં ટીમ હારી ગઈ હતી. (AFP)

    MORE
    GALLERIES

  • 46

    CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

    આ મેચમાં જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાન ધુંઆધાર બેટ્સમેન ડેવિડ મિલર 51 બોલમાં 94 રન બનાવીને અણનમ રહ્યો હતો. ગુજરાતને છેલ્લી ઓવરમાં 13 રન કરવાના હતા. પણ આખરે મિલરે ક્રિસ જોર્ડનની બોલિંગમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને જીત અપાવી હતી. (IPL Twitter)

    MORE
    GALLERIES

  • 56

    CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

    બીજી મેચમાં ગુજરાતે એકતરફી મેચમાં CSKને 7 વિકેટે હરાવ્યું હતુ. મેચમાં ચેન્નઈની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 133 રન જ બનાવી શકી હતી. આ મેચમાં પણ ઓપનરઋતુરાજે ફરી એકવાર 53 રન બનાવ્યા. જવાબમાં ગુજરાતે રિદ્ધિમાન સાહાના અણનમ 67 રનની મદદથી 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને બીજી જીત મેળવી હતી. (BCCI/IPL)

    MORE
    GALLERIES

  • 66

    CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

    હાર્દિક પંડ્યા સિવાય પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની સામે બીજો મોટો પડકાર રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો છે. આઈપીએલમાં બંને વચ્ચે અત્યાર સુધી 34 મેચ રમાઈ છે જેમાં CSKની ટીમ માત્ર 14 મેચ જીતવામાં સફળ રહી છે. બીજી તરફ મુંબઈની ટીમ અત્યાર સુધીમાં માત્ર 20 મેચ જીતવામાં સફળ રહી છે.  એટ્લે કે સૌથી મોટો પડકાર ચેન્નઈ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટિમ રહી છે. જોવાનું એ રહેશે કે આ વખતે આ ત્રણ જાયન્ટસમાથી કોણ બાજી મારી જાય છે. (AFP)

    MORE
    GALLERIES