IPL 2022: ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2022)ની શરૂઆત 27 માર્ચથી થવા જઇ રહી છે. BCCIએ મેચ માટેના સ્થળોને લઇને અંતિમ નિર્ણય પણ લઇ લીધો છે. વેન્યુ નક્કી કરવા માટે BCCIના અધિકારીઓ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને ફ્રેન્ચાઈઝી માલિકો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કોરોનાના વધતા સંક્રમણ અને કોરોનાના પ્રતિબંધોને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આઈપીએલ 2022ની આ સીઝનમાં 10 ટીમ હશે, જેમની વચ્ચે 74 જેટલી મેચો રમાશે.
મુંબઈના ત્રણ સ્ટેડિયમ - વાનખેડે (Wankhede), બ્રેબોર્ન (Breborn અને નવી મુંબઈના (DY Patil Stadium Nerul News Mumbai) ડીવાય પાટિલ સ્ટેડિયમ અને પુણેને (PUNE) પણ સંભવિત સ્થળો તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. શરૂઆતી ચર્ચા મુજબ, BCCI ટુર્નામેન્ટ મહારાષ્ટ્રમાં યોજવા માંગે છે અને પ્રથમ મેચ મુંબઈમાં યોજાય તેવી શક્યતા છે. પરંતુ તે પછી મુંબઈ સાથેની કનેક્ટિવિટીને જોતાં પૂણે પણ એક વિકલ્પ બને છે.