Home » photogallery » રમતો » IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો

IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો

IPL 2022 Retention Salary Curt : 5 ખેલાડીઓ એવા છે જેમણે IPL 2022 રીટેન્શન દરમિયાન સેલેરીમાં ઘટાડો (Players Salary Cut) કર્યો છે.

विज्ञापन

  • 16

    IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો

    IPL 2022 ક્રિકેટમાં નવા અધ્યાયની શરૂઆત હશે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી. બે નવી ટીમ (New Teams) અમદાવાદ(Ahmedabad) અને લખનૌ (Lucknow)નો પણ આગામી લીગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 30 નવેમ્બર, 2021ના રોજ આઇપીએલ 2022 રીટેન્શન લીસ્ટ (IPL 2022 Retention) આવતાની સાથે જ આ તારીખ સૌથી યાદગાર બની રહી.
    રીટેન્શનના નિયમો અનુસાર એક ટીમ મહત્તમ 4 ખેલાડીઓને રીટેન કરી શકે છે અને તેમાં 3થી વધુ ભારતીય ખેલાડીઓ અને 2 ઓવરસીઝ ખેલાડીઓ ન હોવા જોઇએ. મેગા 2022 ઓક્શન પહેલા લગભગ તમામ ટીમે પોતાના ખેલાડીઓ પસંદ કરી લીધા છે. ત્યારે આ 5 ખેલાડીઓ એવા છે જેમણે IPL 2022 રીટેન્શન દરમિયાન સેલેરીમાં ઘટાડો (Players Salary Cut) કર્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો


    દિલ્હી કેપિટલ્સ – પૃથ્વી શો Prithvi Shaw :  દિલ્હી કેપિટલ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ બદલાવ કર્યો છે. હવે ધમાકેદાર ઓપનર પૃથ્વી શો તેમાં શામેલ થયો છે. ચાર ખેલાડીઓને જાળવી રાખવા ડીસીએ નિયમો અનુસાર તેમના પર્સમાંથી 42.5 કરોડ રૂપિયા કાઢ્યા છે. નોર્ટજેના કોન્ટ્રાક્ટને 6 કરોડથી 6.5 કરોડમાં અપગ્રેડ કરવાને કારણે પૃથ્વી શોના પગારમાં 0.5 કરોડનો ઘટાડો કર્યો હતો. ભવિષ્યમાં પોતાનો પગાર વધારવા ખેલાડી આ સિઝનમાં તેના પ્રદર્શનને વધુ સારું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

    MORE
    GALLERIES

  • 36

    IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો


    પંજાબ કિંગ્સ – મયંક અગ્રવાલ Mayank Agrawal Kings XI Punjab : કરોડનો ઘટાડો પંજાબ કિંગ્સ પણ તેમની ટીમમાં સુધારો કરવાની તૈયારી સાથે 2022 મેગા ઓક્શનમાં ભાગ લેશે. ટીમે પોતાના સ્ટાર ખેલાડી અને સંભવિત કેપ્ટન - મયંક અગ્રવાલને રીટેન કર્યો છે. કિંગ્સ દ્વારા ભારતીય ઓપનરને કદાચ 12 કરોડમાં રીટેન કરાયો છે, પરંતુ તેના પગારમાં 2 કરોડનો કાપ મૂકાયો છે. અર્શદીપ સિંહને રીટેન કરીને કિંગ્સ INR 72 કરોડના સૌથી મજબૂત પર્સ સાથે 2022ની હરાજીમાં પ્રવેશ કરશે.

    MORE
    GALLERIES

  • 46

    IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો


    દિલ્હી કેપિટલ્સ – અક્ષર પટેલ Axar Patel Delhi Capital : દિલ્હી કેપિટલ્સ માટે રીટેન્શનની પસંદગી કરવી સૌથી કપરું ચઢાણ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. રિષભ પંત, પૃથ્વી શૉ અને એનરિચ નોર્ટજેના DCના રિટેન્શનને કારણે અક્ષરના પગારમાં ત્રણ કરોડનો કાપ મૂકવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો

    કોલકાતા નાઇટ રાઇડર્સ – વરૂણ ચક્રવર્તી  varun chakravarthy– બે વખત વિજેતા રહી ચૂકેલી ટીમ કોલકાતા લાઇટ રાઇડર્સ માટે પણ રીટેન્શન માથાનો દુ:ખાવો બન્યું હતું. પરંતુ ટીમે વરૂણ ચક્રવર્તીને પોતાનો બીજો રીટેન્શન રાખ્યો છે. જેના કારણે વરૂણના 8 કરોડના કરાર સામે પગારમાં રૂ.4 કરોડની કાતર લાગશે. T20 વર્લ્ડ કપમાં તેના નબળા પ્રદર્શનને કારણે પગારમાં આ ઘટાડો થયો હોય તેમ કહી શકાય છે.

    MORE
    GALLERIES

  • 66

    IPL 2022: આ ખેલાડીઓનાં પગાર પર ફરી કરોડોની કાતર, જાણો અક્ષર પટેલનો પગાર કેટલો ઘટ્યો


    કોલકાતા નાઇટ રાઇડર્સ – એન્દ્રે રસેલ – 4 કરોડ Andre Russell : ફ્રેન્ચાઇઝીમાં રીટેન કરવામાં આવેલા સૌથી મોટા નામો મોટાભાગે ઓલરાઉન્ડર છે, જેમાં KKRના પ્રથમ રીટેન્શન આન્દ્રે રસેલનો પણ સમાવેશ થાય છે. KKRએ ઓલરાઉન્ડરને 12 કરોડમાં સાઇન કર્યો અને પછી પગારમાં 4 કરોડનો મોટો કાપ મૂકાતો જોઇને સૌને આશ્ચર્ય થાય છે.

    MORE
    GALLERIES