ટીમ અજમાવી ચૂકી છે 7 કેપ્ટન - આઇપીએલમાં RCB ટીમના ઈતિહાસની વાત કરીએ તો તે RCB અત્યાર સુધીમાં 7 કેપ્ટનને અજમાવી ચૂક્યું છે. પરંતુ કોઈ તેને જીત અપાવી શક્યું નથી. કોહલી અને ડુ પ્લેસિસ ઉપરાંત અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, રાહુલ દ્રવિડ, કેવિન પીટરસન અને શેન વોટસન પણ કમાન સંભાળી ચુક્યા છે અને બધા નિષ્ફળ ગયા છે.
IPL 2022ની ફાઇનલમાં 29મી મે એ રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેની નજર પ્રથમ ટાઈટલને પોતાના નામે કરવા પર રહેશે. બીજી તરફ રાજસ્થાનની ટીમ 2008ની પોતાની જીતનું પુનરાવર્તન કરવા માંગે છે. ક્રિકેટ પ્રશંસકોમાં પણ ફાઇનલ મુકાબલાને લઇને અનેરો ઉત્સાહ છે અને સૌની નજર આ ખાસ મેચ પર રહેશે.