IPL 2022 retention list: આઈપીએલ 2022માં અનેક સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં જોવા મળશે. ગઈકાલે આઈપીએલ 2022ની રિટેન્શન યાદી ( ipl 2022 retention list) જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં અનેક ટીમોએ પોતાના સ્ટાર્સને પડતા મૂક્યા હોવાની જાહેરાત કરી છે. જોકે, સૌથી મોંઘા ખેલાડીઓ આ યાદીની સૌથી ખાસ વાત છે. (IPL 2022 Retention Most Expensive Players)આઈપીએલ 2022માં વિરાટ કોહલી અને એમ.એસ. ધોની કરતા (Virat Kohli-MS Dhoni) કરતા વધારે કિંમત આ ત્રણ ખેલાડીઓને મળી છે.
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપરકિંગ્સે 16 કરોડ કરૂપિયામાં રિટેન કર્યો છે. ગત સિઝનમાં બાપુની કિંમત 7 કરડો હતી. એટલે કે રવિન્દ્ર જાડેજાને આ સિઝનમાં 9 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. જાડેજા ધોની કરતા પણ વધારે કિંમતે રિટેન થયો છે. જ્યારે કેપ્ટન એમ.એમ.એસ. ધોની ગત સિઝનમાં 15 કરોડમાં રિટેન થયા હતા જ્યારે આ સિઝનમાં તેને 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. જ્યારે મોઇન અલી 8 કરોડમાં રિટેન થયો છે જેને એક કરોડનો ફાયદો થયો છે અને ઋતુરાજ ગાયકવાડ જેણે 40 લાખથી આઈપીએલની ગત સિઝન શરૂ કરી હતી તેને 6 કરોડમાં રિટેનન કરવામા આવ્યો છે.
રોહિત શર્મા (Rohit sharma) મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શરપ્માને 16 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. ટીમના ટી-20 કેપ્ટન તરીકે રોહિતને ગત સિઝનમાં 15 કરોડ મળ્યા હતા આ વખતે એક કરોડ વધુ આપી રિટેન કર્યો છે. જ્યારે બુમરાહને 7 કરોડના બદલે 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે જ્યારે સુર્ય કુમાર યાદવને 3.2 કરોડના બદલે 8 કરોડમાં અને પોલાર્ડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.
રિષભ પંત (Rishabh Pant) દિલ્હી કેપિટલ્સ દ્વારા રિષભ પંતને રૂપિયા 16 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. પંત કિપર અને કેપ્ટન છે. પંતને ગત સિઝનમાં 15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિઝનમાં અક્ષર પટેલને 5 કરોડની જગ્યાએ 9 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે એટલે કે તેને પણ લગભગ ડબલ ફાયદો થયો છે જ્યારે પૃથ્વી શોને 1.2 કરોડની જગ્યાએ 7.5 કરોડ અને અનરિક નોર્જેને 89 લાખની જગ્યાએ 6.5 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.
<br />વિરાટ કોહલી Virat Kohli) વિરાટ કોહલીને રૂપિયા 15 કરોડમા આરસીબીએ રિટેન કર્યો છે. જોકે, તે ટીમમાં કેપ્ટન નથી. કોહલી હજુ પણ સૌથી મોંધો ખેલાડી છે. પાછલી સિઝનમાં કોહલી 17 કરોડમાં રિટેન થયો હતો જ્યારે આ વખતે 2 કરોડનું નુકસાન થયું છે. આ વખતે ગ્લેન મેક્સવેલ 14.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો જ્યારે તેને આ વખતે 11 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે જ્યારે સિરજને 2.6 કરોડની જગ્યાએ 7 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.