IPL 2022 Auction: આગામી 31-14 ફેબ્રુઆરીના રોજ યોજાનારા આઈપીએલના મેગા ઓક્શન (IPL Mega Auction) પહેલા નિષ્ણોતો કેટલાક ખેલાડીઓ સામે તાકીને બેઠા છે. અત્યારસુધીમાં આઈપીએલની 10 ટીમ દ્વારા 33 ખેલાડીને રિટેન કરવામાં આવ્યા છે. (IPL 2022 Retained Players) જોકે, આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં તમામ ટીમો પોતાની નવી ટીમ ખરીદશે. દરમિયાન આ 5 ભારતીય ખેલાડીઓ એવા છે જેના પર સૌની નજર રહેશે. આ ખેલાડીઓને સૌથી વધુ ભાવ મળે તેવી વકી છે.
<br />2. યુઝવેન્દ્ર ચહલ Yuzvendra chahal : ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) 113 મેચોમાં 139 વિકેટ સાથે IPLમાં RCBનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બેંગલુરુમાં IPL 2016 માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે યુઝવેન્દ્ર ચહલે 4/25ના સારો સ્કોર બનાવ્યો હતો. IPL 2021ના બીજા તબક્કામાં તેનું ફોર્મ પાછું મેળવ્યું હતું. 31 વર્ષીય ચહલ આઈપીએલ 2022ની હરાજીમાં મોટી રકમ મેળવી શકે છે.
3. હર્ષલ પટેલ Harshal Patel : હરિયાણાના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ માટે IPL 2021ની સિઝન જબરદસ્ત રહી હતી, જેમાં તેણે 32 વિકેટ સાથે ટૂર્નામેન્ટના સૌથી વધુ વિકેટ લેનાર બન્યો હતો. આ સાથે જ તે IPL 2013માં CSK ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. હર્ષલ પટેલ (Harshal Patel) ગેમને સમજીને તે મુજબની બોલિંગ કરી શકે છે. હર્ષલ સ્લો અને યોર્કર બંને પ્રકારની બોલિંગ કરી શકે છે. મેગા ઓક્શન (mega auction) પહેલા તેને આ પ્રકારે જાળવી ન રાખવો તે દરેક માટે આઘાતજનક હતું, પરંતુ અન્ય ટીમોની જેમ RCB પણ IPL 2022 માટે તેની સેવાઓ મેળવવા આતુર રહેશે.
4. ઇશાન કિશન Ishan Kishan : મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકીપર-બેટ્સમેન તેની આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના અંતિમ લીગ સ્ટેજના મેચમાં તેણે 32 બોલમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 84 રન ફટકાર્યા હતા. ઈશાન 2018 થી MI સાથે છે અને તેણે 45 IPL રમતોમાં 1133 રન બનાવ્યા છે. IPL 2020માં RCB સામે તેનો સર્વોચ્ચ સ્કોર 99 છે. તેથી ઘણી ફ્રેન્ચાઇઝીની નજર ઇશાન પર હોઇ શકે છે.
5. શાર્દૂલ ઠાકુર Shardul Thakur : શાર્દૂલ ઠાકુરને ચેન્નાઈ દ્વારા રિટેન કરવામાં આવ્યો નથી. હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં તેની બેટિંગ સ્કિલ તમામ કોચ અને ટીમે નિહાળીહશે. શાર્દૂલ વનડે અને ટી-20માં ઓલ રાઉન્ડ પર્ફોમર છે. આ સ્થિતિમાં તેની આઈપીએલમાં ડિમાન્ડ વધશે. ઠાકુરને કરોડો રૂપિયામાં કોઈ પણ નવી ટીમ ખરીદી શકે છે.