IPL Ahmedabad Team Name: આગામી 12-13 ફેબ્રુઆરીના રોજ યોજાનારા આઈપીએલના મેગા ઓક્શન પહેલા (IPL 2022 Mega Auction) પેહલાં અમદાવાદની આઈપીએલ ટીમનું નામ (Ahmedabad IPL Team) સામે આવ્યું છે. અહેવાલો મુજબ અમદાવાદની નવી આઈપીએલ ટીમ હવે આ નામથી ઓળખાશે. અમદાવાદની નવી ટીમ ટીમનું નામ સામે આવ્યું છે. આવતીકાલે આનામની જાહેરાત સ્ટારસ્પોર્ટ્સ (Star sports) પર થશે. અહેવાલ મુજબ આ જાહેરાત બપોરે 12.30 વાગ્યે થશે.
IPL Ahmedabad Team Name:અમદાવાદની આઈપીએલ ટીમમાં (Ahmedabad IPL Team Players) કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઓલરાઉન્ડર તરીકે અફઘાનિસ્તાનના રાશિદ ખાન (Rashid Khan) અને શુભમન ગીલ (Shubman gill)ને ખરીદવામાં આવ્યા છે. મેગા ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હાર્દિક અને રાશિદને 15-15 કરોડ તો ગીલને 9 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.
IPL Ahmedabad Team Name:અમદાવાદની IPL ટીમના મુખ્ય કોચ તરીકે (IPL Ahmedabad Team Coach) આશિષ નહેરા (Ashish Nehra) મેન્ટર તરીકે ગેરી કર્સ્ટન (Gary Kirtsten) અને ટીમ ડાયરેક્ટર તરીકે વિક્રમ સોલંકી (Vikram Solanki)ની પસંદગી કરવામાં આવી છે. સોલંકીએ જ હાર્દિક સહિતના ત્રણ પ્લેયરના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા.
IPL Ahmedabad Team Name:આઈપીએલની અમદાવાદની ટીમ યૂરોપની જાણીતી કંપની સીવીસી કેપિટલ (CVC Capital) દ્વારા 562 કરોડમાં એટલે કે આશરે 692 યુએસ ડોલરમાં ખરીદવામાં આવી છે. આગામી મેગા ઓક્શનમાં ટીમના અન્ય ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે ત્યારે હવે ખેલાડી અને ટીમ આઈપીએલ 2022માં ગુજરાતીઓના દિલ જીતશે કે કેમ તે જોવું જ રહ્યુ