IPL 2022 Groups: આઈપીએલ 2022નું શિડ્યુલ બીસીસીઆઈ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. (ipl 2022 schedule) કોરોનાના કહેરના કારણે આઈપીએલ બાયો સિક્યોર બબલમાં મહારાષ્ટ્રના 2 શહેરોમાં રમાશે. મહારાષ્ટ્રના કુલ 4 મેદાન પર આઈપીએલના 70 મુકાબલા ખેલાશે. (IPL League Matches) આઈપીએલ માટે મુંબઈ (Mumbai) અને પુણે (Pune) શહેરોની પસંદગી કરવામાં આવી છે. આઈપીએલ 2022 26 માર્ચથી 29 મે સુધી યોજાશે.
<br />ગ્રુપ-એની ટોપ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પોતાના ગ્રુપની દરેક ટીમ સાથે 2-2 મેચ રમશે જ્યારે ગ્રુપ બીમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે 2 અને અન્ય ટીમ સાથે એક એક મેચ રમશે. એવી જ રીતે ગ્રુપ બીની ટોપ ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ પોતાના ગ્રુપની તમામ ટીમ સાથે બે બે મેચ રમશે જ્યારે ગ્રુપ બીમાં મુંબઈ સામે 2 મેચ જ્યારે અન્ય ટીમ સામે એક એક મેચ રમશે.<br />આ ખેલાડી રિલીઝ કરાયા: શ્રેયસ અય્યર, શિખર ધવન, કાગિસો રબાડા અને રવિચંદ્રન અશ્વિન