બેંગલુરુ : આઈપીએલ ઓક્શન 2022માં (IPL Auction 2022) જ્યાં કરોડો રૂપિયાની બોલી લાગી રહી છે. બીજી તરફ કેટલાક એવા દિગ્ગજો પણ છે જેમને બેસ પ્રાઇસ પણ મળી રહી (IPL UNSOLD PLAYERS)નથી. મિસ્ટર આઈપીએલ કહેવાતા સુરૈશ રૈના (Suresh Raina)આવો જ ખેલાડી છે જેનું નામ અનસોલ્ડ પ્લેયર્સમાં (UNSOLD PLAYERS)નોંધાયું છે. રૈનાના નામે આઈપીએલમાં ઘણા એવા રેકોર્ડ છે જે બીજા માટે ફક્ત સપનું છે. આઈપીએલ-2022ના (IPL 2022) અનસોલ્ડ પ્લેયર્સમાં આશ્ચર્યજનક રુપથી સ્ટિવ સ્મિથ, ડેવિડ મિલર અને શાકિબ અલ હસનનું નામ પણ સામેલ છે.
સુરૈશ રૈના પર આ વખતે કોઇ ટીમે બોલી લગાવી નથી. તે ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. તેણે પોતાની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખી હતી. રૈના પર બોલી ના લગાવતા ક્રિકેટપ્રેમીઓ ચકિત રહી ગયા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપર 2 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો ત્યારે સુરેશ રૈના ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. તે ટીમનો કેપ્ટન પણ હતો.