Gujarat Titans: આગામી 12-13 ફેબ્રુઆરીના રોજ યોજાનારા આઈપીએલના મેગા ઓક્શન પહેલા (IPL 2022 Mega Auction) પેહલાં અમદાવાદની આઈપીએલ ટીમનું નામ (Ahmedabad IPL Team) સામે આવ્યું છે. અહેવાલો મુજબ અમદાવાદની નવી ટીમને ગુજરાત સાથે સાંકળી લેવાનું નક્કી થયું છે. આજે અમદાવાદની આઈપીએલ ટીમનું નામકરણ (Gujarat Titans) નામથી કરવામાં આવ્યું છે.
Gujarat Titans:ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે અમદાવાદની આઈપીએલ ટીમ હવે ગુજરાત ટાઇટન્સના નામથી ઓળખાશે (Ahmedaba Titans) આ નામની જાહેરાત ટીમ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આજે સ્ટારસ્પોર્ટ્સ પર આ અંગે ટીમ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી તો સાથે ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પણ લોંન્ચ કરવામાં આવ્યું છે.
IPL Ahmedabad Team Name:અમદાવાદની આઈપીએલ ટીમમાં (Ahmedabad IPL Team Players) કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઓલરાઉન્ડર તરીકે અફઘાનિસ્તાનના રાશિદ ખાન (Rashid Khan) અને શુભમન ગીલ (Shubman gill)ને ખરીદવામાં આવ્યા છે. મેગા ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હાર્દિક અને રાશિદને 15-15 કરોડ તો ગીલને 9 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.