IPL 2022: આઈપીએલ (IPL 2022)ની બે નવી ટીમોએ 3-3 ખેલાડી ખરીદવાના હતા. આ યાદીમાં અમદાવાદની આઈપીએલ ટીમ (Ahmedabad IPL Team) અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની આઈપીએલ ટીમ હાર્દિક પંડ્યા (Ahmedabad Team Signed Hardik Pandya)ને કેપ્ટન તરીકે સાઇન કર્યો છે. તો આ સાથે રાશિદ ખાન (Rashid Khan) અને શુબમન ગીલ (Shubaman) ગીલની પણ પસંદગી કરવામાં આવી છે.
<br />આઈપીએલની અમદાવાદ ફ્રેન્ચાઇઝ (IPL Ahmedabad Team)એ હાર્દિક પંડ્યા સાથે ત્રણ ખેલાડીની પસંદગી કરી છે. ડાયરેક્ટર વિક્રમ સોલંકી (director Vikram solanki)એ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે મને જણાવતા ખુશી થાય છે અમદાવાદ આઈપીએલ ટીમનો આગામી કેપ્ટન હાર્દિક પંડ્યા બનશે. આશા રાખીએ છીએ કે હાર્દિક પોતાનો અનુભવ લઈને આવશે અને ટીમમાં એનર્જી ભરશે.