નવી દિલ્હી: આઈપીએલ 2021(IPL 2021)ની બાકીની 31 મેચ 19 સપ્ટેમ્બરથી UAEમાં યોજાનાર છે. કોરોના કેસ (Corona virus) બાદ 8-ટીમની ટુર્નામેન્ટ 4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી. વર્તમાન 8 ટીમોની વાત કરીએ તો માત્ર 5 ટીમો જ ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ત્રણ ટીમો હજુ પણ પ્રથમ ટાઇટલ માટે રાહ જોઈ રહી છે. (IPL Instagram)
રોહિત શર્મા (Rohit sharma)ની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) સૌથી વધુ વખત ટાઈટલ જીત્યું છે. એમએસ ધોનીએ (MS Dhoni) ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ત્રણ વખત ચેમ્પિયન બનાવી છે. કેકેઆર એ બે વખત ટાઇટલ જીત્યું છે જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajsthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ એ એક -એક વખત ટાઇટલ જીત્યું છે. (IPL Instagram)