નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે (Yuvraj Singh) પોતાની કારકિર્દીમાં ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. જે દરેક ખેલાડીઓનું સપનું હોય છે. યુવરાજે ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડ્યો છે. 2011માં વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું છે. જોકે આઈપીએલમાં અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. યુવરાજ સિંહ જેવો ટેલેન્ટેડ ખેલાડી આઈપીએલમાં ફક્ત 24ની એવરેજથી જ રન બનાવી શક્યો છે.