નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) શરૂ થયાને એક મહિનાનો સમય થઈ ગયો છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)પોતાની અપેક્ષા પ્રમાણે શાનદાર પ્રદર્શન કરી શકી નથી. તે પ્લેઓફમાંથી બહાર થવાની કગાર પર છે. 10 મેચમાં ફક્ત 3 મેચમાં જીત મેળવી 6 પોઇન્ટ સાથે તે સૌથી નીચલા ક્રમાંકે છે. આઈપીએલની 13મી સિઝનમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યા છે. યુવા ખેલાડીઓને તક નહીં આપવાથી લઈને સતત ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક આપવાના કારણે ધોની પર સવાલ છે. ટીમના અધિકતર ખેલાડીઓની ઉંમર 30-35 વર્ષની પાર છે. આવામાં ચેન્નઈના પાંચ ખેલાડીઓ એવા છે જેમની આ આઈપીએલની સિઝન અંતિમ બની શકે છે.