નવી દિલ્હી : પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina)જ્યારથી આઈપીએલ (IPL 2020) શરૂ થતા પહેલા ભારત પાછો ફર્યો છે ત્યારથી આ મુદ્દો મોટો વિવાદ બની ગયો છે. ટીમના માલિક એન શ્રીનિવાસનના (N Srinivasan)વિવાદિત નિવેદન પછી એમ માનવામાં આવતું હતું કે ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)અને રૈના વચ્ચે બધું ઠીક નથી. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સીએસકેએ રૈનાને ટીમના વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર કરી દીધો છે.