

નવી દિલ્હી : આ વખકે પ્રશંસકો મિસ્ટર આઈપીએલને મીસ કરી રહ્યા છે. આઈપીએલનો કિંગ ગણાતા સુરેશ રૈના અંગત કારણનો હવાલો આપીને આ સિઝનની શરૂઆત પહેલા જ ભારત પરત ફર્યો હતો. (ફોટો સૌજન્ય - @ImRaina)


રૈના પાછો ફર્યા પછી તેની ટીમમાં વાપસીને લઈને ચર્ચા ચાલી રહી હતી. શરૂઆતમાં રૈનાએ પોતે કહ્યું હતું કે તે ક્યારેય પણ વાપસી કરી શકે છે. જોકે હવે લાગે છે કે ટીમમાં તે સામેલ થવાનો નથી. (suresh raina instagram)


ચેન્નઈ સુપરકિંગ્સની વેબસાઇટ પર સુરૈશ રૈનાનું નામ હટાવી દીધું છે. ટીમના સેક્શનના બધા ખેલાડીઓના નામ છે પણ ત્યાં રૈનાનું નામ ગાયબ છે. તેનાથી તે તો નક્કી થઈ ગયું છે કે રૈના આ સિઝનમાં વાપસી કરવાનો નથી. શુક્રવારે ચેન્નઈના સતત બીજા પરાજય પછી સોશિયલ મીડિયામાં પ્રશંસકો રૈનાની વાપસીની માંગણી કરી રહ્યા છે.(CSK)


આ પહેલા રૈનાએ CSKને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) પર અનફોલો કરી દીધું હતું. રિપોર્ટ પ્રમાણે રૈનાએ શનિવારે CSKને ફોલો કરવાનું બંધ કરી દીધું છે. (IPL)