

નવી દિલ્હી : ગત સિઝનમાં આઈપીએલના ઇતિહાસમાં 2 હજાર રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન સંજૂ સેમસને 2018માં 24 વર્ષની ઉંમરમાં પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ ચારુલતા સાથે લગ્ન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેસમvs ગત વર્ષે આઈપીએલમાં બે સદી ફટકારી હતી.


સંજૂ અને ચારુલતા એકબીજાને કોલેજના દિવસોથી ઓળખે છે. ચારુની વાત કરવામાં આવે તો તેણે કેમેસ્ટ્રીમાં બીએસસીની ડિગ્રી મેળવી છે. આ પછી તેણે હ્યુમન રિસોર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. તેને ભણવા સિવાય ફરવાનો અને ગીતો સાંભળવાનો ઘણો શોખ છે. આ કપલ સિંપલ જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. બંનેના લગ્ન એક નાના સમારોહમાં થયા હતા. જેમાં બંનેના પરિવાર મળીને કુલ 30 લોકો જ સામેલ થયા હતા.


સંજૂ સેમસનની વાત કરવામાં આવે તો તેના નામે રણજી ટ્રોફીમાં કોઈ ટીમની આગેવાની કરનાર સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ છે. તે ઘરેલું ક્રિકેટમાં કેરલની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે.