

આઈપીએલ-2020માં (IPL 2020) અત્યાર સુધી 10 મેચો રમાઈ છે. આ 10 મેચોમાં મોટા ખેલાડીઓ વચ્ચે નવા અને યુવા ખેલાડીઓએ પોતાની ઓળખ બનાવી લીધી છે. દેવદત્ત પડીકલથી લઈને પૃથ્વી શો સુધી બધાએ પોતાને સાબિત કર્યા છે. આ બધા યુવા ક્રિકેટરોને પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડે ટ્રેઇન કર્યા છે. (PTI)


સંજુ સેમસન અને ઇશાન કિશન ઇન્ડિયા-એ ના સભ્ય રહ્યા છે. જ્યારે પૃથ્વી શો, શુભમન ગિલ જેવા ખેલાડી અંડર-19ના દિવસોમાં દ્રવિડના હાથ નીચે તેયાર થયા છે. આઈપીએલની આ સિઝનમાં આ બધા ખેલાડીની બોલબાલા છે. (IPL)


રાજસ્થાન રોયલ્સનો સંજુ સેમસન હરિફ ટીમ પર જોરદાર પ્રહાર કરી રહ્યો છે. તેણે 2 મેચમાં 214.86ની સ્ટ્રાઇક રેટથી 159 ર બનાવ્યા છે. સેમસન ગત વર્ષે ભારતીય ટીમ તરફથી રમ્યા પહેલા ઇન્ડિયા-એ માં રમી રહ્યો હતો. (RR)


રોયલ ચેલેન્જર્સ બેંગલોરને દેવદત્ત પડીકલના રુપમાં સ્થાયી ઓપનર મળી ગયો છે. પોતાની પ્રથમ સિઝન રમી રહેલા દેવદત્તે 3 મેચમાં 111 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી ફટકારી છે. (IPL)


કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહેલા શુભમન ગિલે પણ પોતાનો દમ બતાવ્યો છે. 105.47ની સ્ટ્રાઇક રેટથી તેણે 77 રન બનાવ્યા છે. કેકેઆરને ગિલ પર ઘણો વિશ્વાસ છે અને આશા છે કે તે આવનાર મેચમાં મોટી ઇનિંગ્સો રમશે. (KKR)


દિલ્હી કેપિટલ્સ માટે પૃથ્વી શો આ આઈપીએલમાં ટીમ માટે વિશ્વાસપાત્ર ઓપનર માનવામાં આવે છે. અત્યાર સુધીની 2 મેચમાં 132.69ની સ્ટ્રાઇક રેટથી 69 રન બનાવ્યા છે. (DC)