નવી દિલ્હી : ફક્ત 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કરીને શાનદાર સદી ફટકારનાર પૃથ્વી શોને (Prithvi Shaw)દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. પૃથ્વી ને ટીમ ઇન્ડિયાનો આગામી સુપરસ્ટાર માનવામાં આવે છે. તેની સરખામણી સચિન અને બ્રાયન લારા જેવા દિગ્ગજો સાથે કરવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા સમયથી તે ઇજાને કારણે ઓછું ક્રિકેટ રમ્યો છે. હાલ પૃથ્વી શો આઈપીએલ 2020 માટે યૂએઈમાં છે અને દિલ્હી કેપિટલ્સ સાથે શારજાહમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. આ દરમિયાન પૃથ્વી શો ના અંગત જીવનમાં એક મોટો સમાચાર આવ્યા છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પૃથ્વી શો એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.