

આઇપીએલમાં ક્રિકેટ ફેન્સ સામાન્ય રીતે ચોગ્ગા અને છગ્ગા લગાવે છે. અને તેમની આ જોરદાર બેટિંગ અને બોલર્સની બોલિંગ આ ગેમને રસપ્રદ બનાવે છએ. પણ આ સિવાય પણ અનેક તેવા પાસા છે જે આઇપીએલને વધુ રસપ્રદ બનાવે છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન અનેક સુંદર છોકરીઓ ક્રિકેટ જોવા આવે છે. અને તેમની એક ઝલકથી તે એટલી પોપ્યુલર થઇ જાય છે કે સોશિયલ મીડિયામાં તેમના અનેક દિવાના થઇ જાય. હાલ કિંગ્સ ઇવેલન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે થઇ રહેલી મેચમાં પણ એક યુવતી તેના સુંદર પોઝના કારણે રાતો રાત ચર્ચાનું કેન્દ્ર બની ગઇ હતી.


આ સીઝનમાં કિગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે સુપરઓવર દરમિયાન આ મિસ્ટ્રી ગર્લ નજરે પડી હતી. ફેન્સે તેનું નામ સુપર ઓવર ગર્લ રાખી દીધું હતું. જો કે આ યુવતીનું સાચું નામ રિયાના લાલવાની છે. અને તે કિંગ્સ ઇલેવન પંજાબને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી.


આઇપીએલ 2019માં પણ આવી જ એક યુવતી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. અને તેની સુંદરતાએ લોકોને તેના કાયલ કર્યા હતા. જો કે આ યુવતી બીજું કોઇ નહીં પણ મોડેલ અદિતિ હુંદિયા હતી જે મુંબઇ ઇન્ડિયન્સને સપોર્ટ કરવા આવી હતી. અદિતી હુંદિયા મુંબઇના વિકેટકીપર ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ છે.


આ સિવાય ગઇ આઇપીએલ સીઝનમાં રોયલ ચેલેજર્સની એક સુંદર પ્રશંસક પણ રાતો રાત સ્ટાર બની ગઇ હતી. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીને સપોર્ટ કરવા પહોંચેલી આ યુવતીના સોશિયલ મીડિયામાં ફેન્સ ચાર ગણા વધી ગયા હતા. આ યુવતીનું નામ દીપિકા ઘોષ છે.


આઇપીએલ 2018 દરમિયાન મુંબઇ અને ચેન્નઇ સુપરકિંગ્સ દરમિયાન પણ એક સુંદર યુવતીએ સ્ટેડિયમમાં પોતાની હાજરી નોંધાવી હતી. આ યુવતી પણ સોશ્યલ મીડિયાની બ્યૂટી ક્વીન બની ગઇ હતી. તેનું નામ માલતી ચાહર છે. અને તે ચેન્નઇ સુપરકિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહરની બહેન છે. માલતી ચાહર આ સાથે મોડલિંગ અને એક્ટ્રેસ પણ છે.


આઇપીએલ 2018માં ચેન્નઇ સુપરકિંગ્સ અને સનરાઇર્ઝ હૈદરાબાદની વચ્ચે રમાનારી ફાઇનલ મેચમાં એક વધુ મિસ્ટ્રી ગર્લ નજરે પડી હતી. આ યુવતી સનરાઇઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરતી નજરે પડી હતી. આ યુવતી બીજું કોઇ નહીં પણ હૈદરાબાદ ટીમના માલિક કલાનિધિ મારણની એકમાત્ર પુત્રી કાવ્યા મારન હતી.