

ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર ખેલાડી મુરલી વિજયે આઈપીએલની ત્રીજી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે 56 બોલમાં 127 રન બનાવી ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે તેના પછીની સિઝનમાં તેણે ફાઇનલમાં 52 બોલમાં 95 રનની ઇનિંગ્સ રમી ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવી હતી. ટીમના મેચ વિનર ખેલાડી મુરલી વિજયે નિકિતા વંજારા સાથે લગ્ન કર્યા છે, જે ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની પ્રથમ પત્ની હતી.


નિકિતાની વાત કરવામાં આવે તો તે કોસ્ટિંગ આર્ટિસ્ટ છે. તેણે મુંબઈના થ્રીડી કાસ્ટિંગ કંપનીમાં કાસ્ટિંગ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. આ કંપની બાળકો, કપલ અને પરિવારોનું થ્રીડી ટેકનિકથી હાથ અને પગની છાપનું નિર્માણ કરે છે.


ઘણા ઓછા લોકો જાણતા હશે કે નિકિતાના બાળપણના દિવસો કુવૈતમાં પસાર થયા છે. તેણે કોમર્સની ડિગ્રી સાથે પોતાની હાયર એજ્યુકેશન પુરી કરી છે. નિકિતાના પ્રથમ લગ્નની વાત કરવામાં આવે તો 2007માં એક ખાનગી સમારોહમાં ક્રિકેટર દિનેશ કાર્તિક સાથે કર્યા હતા. તે સમયે દિનેશ કાર્તિક ફક્ત 21 વર્ષનો હતો.


જોકે 2012માં નિકિતા અને કાર્તિક અલગ થઈ ગયા હતા અને આ પછી નિકિતાએ કાર્તિકની ટીમના સાથે ખેલાડી મુરલી વિજય સાથે તે જ વર્ષે લગ્ન કર્યા હતા.


કહેવામાં આવે છે કે નિકિતા અને મુરલી વિજયની પ્રથમ મુલાકાત 2012માં આઈપીએલ દરમિયાન થઈ હતી. જ્યાં મુરલી વિજય અને કાર્તિક અલગ-અલગ ટીમનું પ્રતિનિધિત્વ કરતા હતા. તે સમયે આ જોડી ઘણી ચર્ચામાં રહી હતી. જોકે આજે નિકિતા અને મુરલી વિજય પોતાના જીવનમાં ઘણા ખુશ છે અને તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે.