ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાને આઈપીએલનો કિંગ કહેવામાં આવે છે. તેના નામે ઘણા મોટા રેકોર્ડ્સ છે. આ વખતે તે આઈપીએલનો ભાગ નથી. સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નજર તેના આ રેકોર્ડ પર છે.
2/ 5
રૈના આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત લાયન્સ તરફથી રમ્યો છે. કુલ મળીને 193 મેચ રમ્યો છે. જ્યારે ધોની આઈપીએલમાં 190 મેચ રમ્યો છે. ધોની ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય પૂણે સુપર જાયન્ટ્સ તરફથી પણ રમ્યો છે.
विज्ञापन
3/ 5
ધોની આઈપીએલમાં સૌથી વધારે મેચ રમવાના મામલે રૈનાથી ફક્ત ત્રણ મેચ પાછળ છે. રૈના આ સિઝનમાં રમવાનો નથી. આવામાં ધોની આસાનીથી રૈનાનો આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
4/ 5
આઈપીએલમાં ધોનીના નામે બીજા પણ ઘણા રેકોર્ડ છે. તે કેપ્ટન તરીકે સૌથી વધારે મેચ જીતનાર ખેલાડી છે. તે અત્યાર સુધી 104 મેચમાં જીત મેળવી ચૂક્યો છે.
5/ 5
તે આઈપીએલમાં સૌથી સફળ વિકેટકીપર છે. તેના નામે આઈપીએલમાં 130 શિકાર છે. ધોનીએ સૌથી વધારે વખત પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી છે.