નવી દિલ્હી : આઈપીએલ 2020નું આયોજન યૂનાઇટેડ અરબ અમીરાત (UAE)માં 19 સપ્ટેમ્બરથી થઈ રહ્યું છે. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગની બધી મેચો યૂએઈના ત્રણ શહેર દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. સૌથી વધારે 24 મેચ દુબઈ, 20 મેચ અબુ ધાબી અને 12 મેચ શારજાહમાં રમાશે. ન્યૂઝ 18 ગુજરાતી આ રિપોર્ટમાં તમને IPL 2020 સાથે જોડાયેલી બધી જાણકારી આપી રહ્યું છે. (તસવીર - સોશિયલ મીડિયા)
IPL 2020ની મેચોનો સમય અને વેન્યૂ - આઈપીએલ 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે. આઈપીએલ 2020નો પ્રથમ મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલની ડે નાઇટ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે અને બપોરની મેચો 3.30 કલાકે શરૂ થશે. આઈપીએલની બધી મેચો યૂએઈના ત્રણ શહેર દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે
IPL 2020ની પ્રાઇઝ મની - કોરોના વાયરસના કારણે આઈપીએલની પ્રાઇઝ મનીમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. ચેમ્પિયન ટીમને પહેલા 20 કરોડ રૂપિયા મળતા હતા પણ હવે આ રકમ 50 ટકા ઘટાડી 10 કરોડ કરી દેવામાં આવી છે. રનર્સ અપ ટીમને 6.25 કરોડ રૂપિયા મળશે. ક્વોલિફાયર સુધી પહોંચનાર ટીમને 4.3 કરોડ રૂપિયા મળશે.(તસવીર - મુંબઈ ઇન્ડિયન્સ ટ્વિટર)