ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)2008થી સતત આઈપીએલમાં (IPL 2020 )રમી રહ્યો છે. દરેક બોલર સામે તેણે આક્રમક બેટિંગ કરી છે. પોતાની બેટિંગના દમ પર તેણે ઘણી મેચોમાં જીત અપાવી છે. ભલે તે આજે 39 વર્ષની ઉંમરમાં પોતાની ટીમ માટે સૌથી મોટો મેચ વિનર ના રહ્યો હોય પણ આઈપીએલમાં ઘણા વર્ષો સુધી તેનો જલવો રહ્યો હતો. જોકે આઈપીએલમાં સૌથી વધારે મેચ રમનાર ધોની એક બોલર સામે અત્યાર સુધી એકપણ ફોર ફટકારી શક્યો નથી. (તસવીર- IPL/BCC)