નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020માં (IPL 2020) કોલકાતા નાઇટ રાઇડર્સનું (Kolkata Knight Riders)પ્રદર્શન મિક્સ રહ્યું છે. ટીમ અંતિમ સમયમાં પ્લેઓફમાં સ્થાન બનાવવાથી ચૂકી ગઈ હતી. કેકેઆરે 14 મેચમાંથી 7 મેચમાં જીત મેળવી હતી પણ ખરાબ નેટ રનરેટના કારણે તે પ્લેઓફમાં સ્થાન બનાવી શકી ન હતી. આ ટીમની આઇપીએલ સફર ખતમ થઈ ગઈ છે. જોકે ટીમના ખેલાડીઓ હજુ પણ દુબઈમાં છે અને બાયો બબલમાંથી બહાર નીકળીને સુંદર શહેરમાં મસ્તી કરી રહ્યા છે.