

નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને (DJ Bravo)દરેક ક્રિકેટ પ્રશંસકો જાણે છે. બ્રાવો આખી દુનિયામાં ટી-20 ક્રિકેટ રમે છે અને તેના ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં લાખો પ્રશંસકો છે. બ્રાવોની પર્સનાલિટી અને તેની રમતથી બધા જાણીતા છે. જોકે તેના જીવનના એક રહસ્ય વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.


ડ્વેન બ્રાવો બે બાળકોનો પિતા છે પણ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. બ્રાવોની એક ગર્લફ્રેન્ડ છે જેનું નામ જોસના ખિતા ગોંજાલ્વેસ (Josanna Khita Gonsalves) છે. બ્રાવો તેની સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે.


જોસના ગોંજાલ્વેસ વ્યવસાયે શેફ છે. તે પોતાના પુત્ર ડ્વેન બ્રાવો જૂનિયર સાથે ત્રિનિદાદમાં રહે છે. જોશનાએ ફ્રાંસ, ઇટાલી અને અમેરિકામાં શેફની ટ્રેનિંગ લીધી છે.


જોશનાની લાઇફ દરેક કેરેબિયન નાગરિકની જેમ મસ્તીભરી છે. તે બીચ પર મિત્રો સાથે પાર્ટી કરે છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફ્રેન્ડ્સ સાથેના મસ્તીના ફોટો અપલોડ કરે છે.