નવી દિલ્હી : આઈપીએલ-2020માં (IPL 2020) કોલકાતા નાઇટ રાઇડર્સની કેપ્ટનશિપ કરી રહેલા દિનેશ કાર્તિકે (dinesh karthik) ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. કાર્તિકે સિઝનની વચ્ચે જ કેપ્ટનશિપ છોડી દીધી છે. કાર્તિકના સ્થાને ઇયોન મોર્ગન કોલકાતા નાઇટ રાઇડર્સની કેપ્ટનશિપ કરશે. કાર્તિકની કેપ્ટનશિપ છોડવાની અટકળો ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મનોજ તિવારીએ તો 12 દિવસ પહેલા જ તેને કેપ્ટન પદેથી હટાવવાની આશંકા વ્યક્ત કરી હતી.
મનોજ તિવારી (Manoj Tiwary) આ સિઝનમાં કોઈ ટીમનો ભાગ નથી પણ તે ક્રિકેટ એક્સપર્ટ તરીકે ક્રિકબઝ સાથે જોડાયેલ છે. મનોજ તિવારીએ 4 ઓક્ટોબરે આ વાતની આશંકા વ્યક્ત કરી હતી કે દિનેશ કાર્તિકને કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે છે અને તેના સ્થાને ઇયોન મોર્ગનને જવાબદારી મળી શકે છે. મનોજ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે આ સિઝનમાં કેકેઆર જેવી મોટી ટીમની કેપ્ટનશિપ છોડવા માટે હિંમતની જરૂર હોય છે. મને વિશ્વાસ છે કે દિનેશ કાર્તિક બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કરશે.