નથી. કારણ કે ધોની સુપરસ્ટાર છે અને બીજી તરફ દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન મેળવવા પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જોકે દિનેશ કાર્તિકના 10 નેશનલ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ એવા છે, જે ધોની તોડી શકે તેમ નથી. ધોનીની કારકિર્દી ભલે દિનેશ કાર્તિકથી નાની રહી હોય પણ સિદ્ધિઓ ઘણી મોટી છે. જે ધોનીને મહાન ખેલાડીઓમાં સ્થાન અપાવે છે. આજે ધોની અને દિનેશ કાર્તિકની ટીમ આઇપીએલમાં એકબીજા સામે ટકરાશે.
1. દિનેશ કાર્તિકની ટેસ્ટ કારકિર્દી ધોનીથી લગભગ 4 વર્ષ લાંબી છે. કાર્તિક પ્રથમ ટેસ્ટ નવેમ્બર 2004 અને અંતિમ ટેસ્ટ ઓગસ્ટ 2018માં રમ્યો હતો. ધોની પ્રથમ ટેસ્ટ ડિસેમ્બર 2004માં અને અંતિમ ટેસ્ટ ડિસેમ્બર 2014માં રમ્યો હતો. 2. દિનેશ કાર્તિકની વન-ડે કારકિર્દી પણ ધોનીથી લાંબી છે. કાર્તિક પ્રથમ વન-ડે 5 સપ્ટેમ્બર 2004માં રમ્યો હતો. જ્યારે ધોની પ્રથમ વન-ડે 23 ડિસેમ્બર 2004માં રમ્યો હતો. બંને અંતિમ વન-ડે 10 જુલાઈ 2019માં રમ્યા હતા.
3. DK અને MS નામથી પ્રખ્યાત બંને ક્રિકેટરોની ટી-20 ઇન્ટરનેશનલ કારકિર્દી લગભગ બરાબર છે. કાર્તિક અને ધોનીએ એક ડિસેમ્બર 2006ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 ક્રિકેટની શરૂઆત કરી હતી. બંને અંતિમ ટી-20 લીગ 27 ફેબ્રુઆરી 2019માં રમ્યા છે. કાર્તિક પાસે હજુ રમવાની તક છે કારણ કે તેણે હજુ નિવૃત્તિ જાહેર કરી નથી. 4. દિનેશ કાર્તિક વિકેટકીપર હોવા છતા 98 આંતરરાષ્ટ્રીય મેચ સ્પેશ્યલ બેટ્સમેન તરીકે રમ્યો છે. જેમાં 68 વન-ડે, 23 ટી-20 અને 7 ટેસ્ટનો સમાવેશ થાય છે. ધોની ક્યારેય સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન તરીકે રમ્યો નથી.
5. દિનેશ કાર્તિક 32 અને ધોની 98 આંતરરાષ્ટ્રીય ટી-20 રમ્યો છે. ધોની રન બનાવવાના મામલે કાર્તિક કરતા ઘણો આગળ છે પણ સ્ટ્રાઇક રેટના મામલે કાર્તિક (143.52) ધોનીથી (126.23)આગળ છે. 6. દિનેશ કાર્તિકે 10 ટેસ્ટ મેચમાં ઓપનિંગ બેટિંગ કરી છે. ધોનીએ આવું ક્યારેક કર્યું નથી. બંને ક્રિકેટરોએ 5-5 પોઝિશન પર બેટિંગ કરી છે. આ મામલે બંને બરાબરી પર છે.
7. દિનેશ કાર્તિકે 20 વન-ડે મેચમાં ઓપનિંગ કરી છે. ધોનીએ ફક્ત બે મેચમાં આમ કર્યું છે. બંનેએ 7-7 પોઝિશન પર બેટિંગ કરી છે. કાર્તિક વન-ડેમાં 1 થી 7 અને ધોની 2 થી 8 ક્રમ પર રમી ચૂક્યો છે. 8. ઘરેલું ક્રિકેટમાં તામિલનાડુ માટે રમનાર દિનેશ કાર્તિકએ પ્રથમ શ્રેણીમાં 28 સદી ફટકારી છે. જ્યારે ઝારખંડના ધોનીએ પ્રથમ શ્રેણીમાં ફક્ત 9 સદી ફટકારી છે.
9. 35 વર્ષનો દિનેશ કાર્તિક કેપ્ટન તરીકે પોતાની ટીમ (તામિલનાડુ)ને રણજી ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. ધોની પોતાની ટીમ (ઝારખંડ)ને ક્યારેય ચેમ્પિયન બનાવી શક્યો નથી. 10. ડીકે આઈપીએલમાં છ ટીમો તરફથી રમી ચૂક્યો છે. જેમાં દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામેલ છે. ધોની ફક્ત બે ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ તરફથી રમ્યો છે.