નવી દિલ્હી : સુરેશ રૈના (Suresh Raina)આઈપીએલ (IPL 2020) અને ચેન્નઈ સુપરકિંગ્સને (Chennai Super Kings)છોડીને ભારત પરત ફર્યો છે. જોકે હવે એવા સમાચાર છે કે તે ટીમ સાથે પાછો જોડાઇ શકે છે. રૈનાના ભારત ફરવા પર ઘણા પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી. જોકે મંગળવારે રૈનાએ સ્પષ્ટ કર્યું કે તે પારિવારિક કારણોના કારણે ભારત પાછો ફર્યો છે. જોકે ટીમના માલિક એન શ્રીનિવાસને કહ્યું હતું કે રૈનાને હોટલમાં મનપસંદ રૂમના મળવાના કારણે નારાજ હતો.
ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રૈનાએ ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું હતું કે તે પોતાના પરિવારના કારણે પરત ફર્યો છે. હું એ વાતને લઈને ચિંતિત હતો કે મને કશુંક થાય છે તો તેમનું શું થતું હશે. મારો પરિવાર મારા માટે મહત્વનો છે. આ દરમિયાન હું આ વાતને લઈને ચિંતિત છું. મેં છેલ્લા 20 દિવસોથી પોતાના બાળકોને જોયા નથી. પાછો ફર્યા પછી હું ક્વૉરન્ટાઇમાં છું.
સીએસકે સાથે પોતાના ભવિષ્યને લઈને રૈનાએ કહ્યું કે હાલ હું ક્વૉરન્ટાઇન છું અને હું હજુ પણ ટ્રેનિંગ કરી રહ્યો છું. તમે નથી જાણતા કે કદાચ તમે ફરીથી કેમ્પમાં જોઈ શકો છો. બાયો બબલ વિશે રૈનાએ કહ્યું કે બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ બધાને સુરક્ષિત રાખવા માટે ઘણું સારું કામ કરે છે. આ બધા માટે નવું છે. આ ઘણું સુરક્ષિત વાતાવરણ છે. કોઈપણ આમથી તેમ જઈ શકતા નથી. અમે બધા પોતાના રૂમમાં હતા અને દર બીજા દિવસે ટેસ્ટ થતો હતો.
રૈના ભારત પરત ફર્યો ત્યારે કહેવામાં આવતું હતું કે તેનો ધોની (MS Dhoni) સાથે વિવાદ થયો છે. રૈનાએ કહ્યું કે સીએસકે મારો પરિવાર છે અને માહી ભાઈ મારા માટે બધું જ છે. મારા માટે તે મુશ્કેલ નિર્ણય હતો જે મારે લેવો પડ્યો હતો. મારો સીએસકે સાથે કોઈ વિવાદ નથી. કોઈપણ યોગ્ય કારણ વગર 12.50 કરોડ રૂપિયા છોડી શકે નહીં. મેં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હું હજુ પણ લગભગ પાંચ વર્ષ આઈપીએસમાં રમી શકું છું.