નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાનો પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ (Irfan Pathan)હાલના દિવસોમાં આઈપીએલ 2020ની (IPL 2020) હિન્દી કોમેન્ટ્રીમાં વ્યસ્ત છે. બીજી તરફ તેની એક કથિત મિત્ર તેની સામે સતત નિવેદન કરી રહી છે. વાત કરી રહ્યા છે અભિનેત્રી પાયલ ઘોષની, જેણે હાલમાં જ ઇરફાન પઠાણનું નામ અનુરાગ કશ્યપના મામલામાં લીધું હતું અને હવે તેણે ફરી ટ્વિટ કરીને ઇશારો-ઇશારોમાં ઇરફાન પઠાણ પર પ્રહાર કર્યો છે. પાયલ ઘોષનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.
અભિનેત્રી પાયલ ઘોષે (Payal Ghosh)ઇરફાન પઠાણનું નામ લીધા વગર એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે મારો એક ફ્રેન્ડ હતો, જે ક્રિકેટર હતો. તેને અને તેના ભાઈના (તે પણ ક્રિકેટર છે) સાળાએ મારા ઘરે ડિનર કર્યું હતું અને તે પ્લેટ રાખવા જઈ રહ્યો હતો. તો મેં કહ્યું - હું મુકી દઈશ મહેમાન તો ભગવાન હોય છે. મારા મિત્રએ જવાબ આપ્યો કે કોઈ મુસલમાન ભગવાન હોઈ શકે નહીં.
પાયલ ઘોષ આ પહેલા પણ ઇરફાન પઠાણનું નામ અનુરાગ કશ્યપના મામલામાં લઈ ચૂકી છે. પાયલે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે બળાત્કારનો આરોપ લગાવતા એફઆઈઆર નોંધાવી છે. અભિનેત્રી પાયલે દાવો કર્યો હતો કે તેના મિત્ર ઇરફાન પઠાણ સાથે તેણે વાત કરી હતી. મેં ઇરફાનને બતાવ્યું હતું કે અનુરાગ કશ્યપે મારો બળાત્કાર કર્યો હતો. ઇરફાન પઠાણને આ બધી વાતની જાણકારી હોવા છતા તે આ મુદ્દા પર કશું બોલ્યો નથી.