Home » photogallery » રમતો » IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

ટીમ ગત સિઝનમાં ત્રીજા સ્થાને રહી હતી

विज्ञापन

  • 16

    IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

    આઇપીએલ 2018 માટે ટીમ બનાવવા દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત ટાઇટલ અપાવનાર ગૌતમ ગંભીરને રિટેન ના કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પછી મેનેજમેન્ટે દિનેશ કાર્તિક ઉપર મોટા દાવ ખેલ્યો હતો. જે ઘણા અંશે યોગ્ય સાબિત થયો હતો. ટીમ ગત સિઝનમાં ત્રીજા સ્થાને રહી હતી. આ વખતે પ્રશંસકોને ટીમ ચેમ્પિયન બને તેવી આશા છે.

    MORE
    GALLERIES

  • 26

    IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

    નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (બોલિવૂડ કિંગ શાહરુખ ખાન, જુહી ચાવલા અને જય મહેતા)ના સ્વામિત્વ વાળી કોલકાતા નાઇટ રાઇડર્સની આઈપીએલ સફર સારી રહી હતી. 2008, 2009, 2010, 2013 અને 2015માં લીગ સ્ટેજ સુધી રહેનારી ટીમે 2011, 2016, 2017 અને 2018માં પ્લે ઓફમાં સ્થાન બનાવ્યું હતું. 2012 અને 2014માં આઈપીએલ ટાઇટલ જીતીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. કેકેઆર આઈપીએલમાં અત્યાર સુધી 164 મેચ રમ્યું છે, જેમાં 86માં જીત મેળવી છે અને 77માં પરાજય થયો છે. બે મેચ ટાઇ રહી છે. સફળતાની ટકાવારી 53.04ની છે.

    MORE
    GALLERIES

  • 36

    IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

    દક્ષિણ આફ્રિકાનો મહાન ખેલાડી જેક કાલિસ ટીમનો મુખ્ય કોચ છે. જ્યારે કેકેઆરનું હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ છે.આ ટીમના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, સુનીલ નરૈન, આદ્રે રસેલ અને કાર્લોસ બ્રેથવેટ છે.

    MORE
    GALLERIES

  • 46

    IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

    ઓક્શન 2019 - બે વખતની વિજેતાએ આ વખતે વેસ્ટ ઇન્ડીઝની ટી-20 વર્લ્ડ કપ જીતના નાયક રહેલા કાર્લોસ બ્રેથવેઇટને પાંચ કરોડ આપીને પોતાની સાથે જોડવા સિવાય લોકી ફર્ગ્યુશન (1.6 કરોડ), જોન ડેનલી (1 કરોડ) ઉપર પણ માટો દાવ ખેલ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

    આ ટીમ કોઇપણ ક્ષેત્રમાં નબળી નથી, કેપ્ટન દિનેશ કાર્તિક, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા ઉપર મોટો સ્કોર કરવાની જવાબદારી રહેશે. જેમાં સુનીલ નરૈનનો સ્પેશ્યલ સહયોગ રહેશે. રસેલ અને બ્રેથવેટ શાનદાર ઓલરાઉન્ડર છે. જ્યારે લોકી ફર્ગ્યુશન, કમલેશ નાગરકોટી, શિવમ માવી, કુલદીપ યાદવ અને પીયુષ ચાવલા વિરોધી ટીમને ધ્વસ્ત કરવાનો દમ રાખે છે.

    MORE
    GALLERIES

  • 66

    IPL 2019: ત્રીજૂ ટાઇટલ જીતવા માટે KKR તૈયાર, આવા છે ટીમના સ્ટાર ખેલાડી

    કેકેઆર ટીમમાં 21 ખેલાડી છે. જેમાં 8 વિદેશી અને 13 ભારતીય છે. દિનેશ કાર્તિક, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા, રિંકુ સિંહ, નિખીલ નાઇક, રસેલ, જોએ ડેનલી, શ્રીકાંત મુંધે, કાર્લોસ બ્રેથવેટ, લોકી ફર્ગ્યુશન, સુનીલ નરૈન, કમલેશ નાગરકોટી, શિવમ માવી, કુલદીપ યાદવ, પીયુષ ચાવલા, પૃથ્વી રાજ, હેરી ગાર્ને, એનિરિચ નોર્ટજ.

    MORE
    GALLERIES