ક્રિસ ગેઈલ આઈપીએલમાં 300 પ્લસ સિક્સર (302) ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. તેણે 115 મેચની 114 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. તે મુંબઈ સામે 24 બોલમાં ત્રણ ફોર અને ચાર સિક્સરની મદદથી 40 રન બનાવી આઉટ થયો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 સિક્સર ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન પણ છે. (photo-iplt20.com)