આઈપીએલ ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં સનરાઈઝર્સ હૈદરાબાદે છ વિકેટ પર 178 રન બનાવ્યા, જેને ચેન્નાઈએ 18.3 ઓવરમાં જ બનાવીને આઠ વિકેટે જીત મેળવી લીધી. આ સાથે જ ધોનીની કેપ્ટનસીમાં સીએસકે ત્રીજી વખત ચેમ્પિયન બની ગઈ હતી.
2/ 5
હૈદરાબાદ તરફથી કેપ્ટન વિલિયમ્સને 47 અને પઠાણે 45 રનની ઈનિંગ રમી, જ્યારે ચેન્નાઈ તરફથી એકમાત્ર વોટ્સને જ એકલા હાથે હૈદરાબાદની ધોલાઈ કરતાં 117* રનની ઈનિંગ રમી નાંખી હતી.
3/ 5
ચેન્નાઈ માટે ખતરનાક બની રહેલ વિલિયમ્સનને મહેન્દ્રસિંહ ધોનીએ કર્ણ શર્માની બોલ પર સ્ટમ્પ આઉટ કરીને પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી નાંખ્યો હતો.
4/ 5
વિલિયમ્સનને સ્ટમ્પ આઉટ કરતાની સાથે જ ધોનીના નામે આઈપીએલમાં સર્વાધિક સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
5/ 5
ધોનીએ રોબિન ઉથપ્પા (32)ને પાછળ છોડી દીધો. ધોનીના નામ પર 33 સ્ટમ્પિંગ છે, જ્યારે દિનેશ કાર્તિક 30 સ્ટમ્પિંગ સાથે ત્રીજા નંબર પર છે.