રોહિત શર્મા ફક્ત એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જેના બાદમાં રમતમાં આવેલા વિરાટ કોહલીને આશા હતી કે તે રોહિતની ખોટ પૂરી શકશે. પરંતુ તે પણ એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોહલી જાણતો હતો કે તેના આઉટ થવાથી ટીમ ઇન્ડિયાને ખૂબ મોટું નુકસાન ગયું છે, આથી જ તેણે પોતાનો ગુસ્સો પોતાના બેટ પર આવી રીતે કાઢ્યો હતો.
જ્યારે ટીમ પર સંકટના વાદળ છવાયા હતા ત્યારે રવીન્દ્ર જાડેજા અને એમએસ ધોનીએ મળીને ટીમને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે લોકોમાં જીતની આશા પણ જીવંત બની હતી. જાડેજાએ ધોની સાથે મળીને 116 રનની ભાગીદારી કરી હતી. જ્યારે જાડેજાએ 77 રનનો દાવ પૂરો કર્યો ત્યારે તે ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાંથી ટીમ ઇન્ડિયાની હાલત જોઈને ઉદાસ થઈ ગયો હતો.